Posts

Showing posts from December, 2019

સપનાઓ ના હિસાબ !!

તું છો જેની યાદ માં , શું એ છે તારી યાદ માં?? આતો ફક્ત તારા સપનાઓ નો હિસાબ છે બાકી આ જીંદગી જ છે ફરીયાદ માં. આ મોટા મકાનો ના શહેર માં સાવ બેઘર બની ને બેઠા છે , તો પણ હજૂ ઘણા વિચારો છે અપવાદ માં. જીંદગી એક ગીત છે , તું ગાઈ લે તારા રાગ માં . કદાચ સંગીત પણ થોડું અટકસે આ શબ્દો ના વાદ- વિવાદ માં. તારી ઈચ્છાઓ ને પણ મેહફીલ માં બેસવા દે , શરીર તો આમ પણ  શેકાવાનું છે આગ માં .                                        - Roocha koradiya

" દુષ્કર્મ અને નારી "

તું નારી છે , તારી સાથે થાતી ઘટનાઓ અણધારી છે. તને ફસાવવા કોઈએ જાળ શણગારી છે . તું નારી છે !..... તું થતી રહી છો આ દરિંદગી નો શિકાર , પણ , કહેવાતા આ સમાજે આપ્યો છે તને ધિક્કાર , આ વિકાર ને મનમાં થી કાઢવા તું ક્યાં હારી છે ? તું નારી છે !..... તું સારી છે , તું બહુ જ નામ કમાણી છે , તારું અસ્તિત્વ તું જ અજવાળ નારી છે , તું બહાદૂર છે , તું અડગ છે , પણ , રાત તારા માટે કાચી સડક છે , આ કડક બાહુઓ જ તારી લાચારી છે . તું નારી છે!..... જેનું તે પોષણ કર્યું , એને જ તારું શોષણ કર્યું , તું એ જ પુરૂષ ને જન્મ દેનારી છે. તું નારી છે!.... તારા વિશે સમાજ ને ક્યાં પૂરી જાણકારી છે? , રોજે રોજ અખબાર ના પાનાં પર તારી દુષ્કર્મ ની ઘટનાં છપાણી છે, તું ભોળી છે એ જ તારી કમજોરી છે આ દુનિયાની વૃત્તિ ખોરી છે, તું સાવ નાજુક દોરી છે , જેમાં ગાંઠ પડતા અનેક આંગળીઓ તારી સામે ચીંધાણી છે .પણ આવી ક્યાં સુધી ખેચતાની છે તું નારી છે!.... આ ઉહાપોહ - દેખાવો એ બે દિવસ નો જુસ્સો છે , પણ અંતે ઓગળવા નો આ ગુસ્સો છે , તારી લડત ની મશાલ તારે જ જલાવી રાખવાની છે. તું નારી છે!......   ...

હકીકત...

મુખ નથી જોયું હજૂ તારું (સફળતા), સમયે લાજ તાણી છે . કાંટા તો ઘણા વાગ્યા આ રસ્તા માં , હવે બીક શાની છે ? થોડે દૂર હતું મૃગજળ , થયું કે ત્યાં તો પાણી છે. હકીકત ચાદર ઓઢી સૂતી છે , કદાચ એટલે જ રાત નાની છે. મેં ચોર્યા નથી સપના નસીબ પાસેથી , મારું ચરિત્ર ખાનદાની છે. હારીને બેસી જવું પરિસ્થિતિ થી , એ જ તો મોટી હાનિ છે. અતૂટ મહેનત અને અપાર વિશ્વાસ જે પોચડે મંઝિલ ને પાર, આ પણ આકાશવાણી છે. અને આ જન્મભૂમિ ને પણ વંદન , જ્યાં ઋચા ઘણી લખાણી છે.                                           - Roocha koradiya