હકીકત...


મુખ નથી જોયું હજૂ તારું (સફળતા), સમયે લાજ તાણી છે .
કાંટા તો ઘણા વાગ્યા આ રસ્તા માં , હવે બીક શાની છે ?

થોડે દૂર હતું મૃગજળ , થયું કે ત્યાં તો પાણી છે.
હકીકત ચાદર ઓઢી સૂતી છે , કદાચ એટલે જ રાત નાની છે.

મેં ચોર્યા નથી સપના નસીબ પાસેથી , મારું ચરિત્ર ખાનદાની છે.
હારીને બેસી જવું પરિસ્થિતિ થી , એ જ તો મોટી હાનિ છે.

અતૂટ મહેનત અને અપાર વિશ્વાસ જે પોચડે મંઝિલ ને પાર, આ પણ આકાશવાણી છે.
અને આ જન્મભૂમિ ને પણ વંદન , જ્યાં ઋચા ઘણી લખાણી છે.

                                          - Roocha koradiya

Comments

Post a Comment

Popular posts from this blog

સપનાઓ ના હિસાબ !!

" દુષ્કર્મ અને નારી "